મોરબી પાલિકામાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા બાંકડાઓ, ખુરશીઓ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

0
46
/
કોરોનાના કેસો વધતા તંત્ર વધુ સતર્ક બન્યું : ગેઈટમાંથી માત્ર 1 જ વ્યક્તિ પ્રવેશી શકે સહિતના કોરોનાથી તકેદારીના પગલાં લેવાયા

મોરબી : મોરબીમાં લોકડાઉન ખુલ્યા બાદ કોરોનાના કેસોનું પ્રમાણ ધીરેધીરે વધ્યા બાદ હમણાંથી કોરોનાએ તેજ રફતાર પકડી છે અને છેલ્લા 10 દિવસ કરતા વધુ સમયથી જિલ્લામાં સૌથી વધુ મોરબી શહેરમાં કોરોનાના કેસો નોંધાઈ છે. તેથી, મોરબી શહેર ઉપર કાળમુખા કોરોનાનો સૌથી વધુ ભય છે. આથી, તંત્ર વધુ સતર્ક બન્યું છે અને મોરબી પાલિકામાં કોરોનાથી બચવા માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા.

મોરબી નગરપાલિકા કચેરીના સમગ્ર સ્ટાફ અને વિવિધ કામગીરી માટે આવતા લોકોને કોરોનાથી બચાવવા માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પાલિકા કચેરીમાં બહાર લોકોને બેસવા માટે બાંકડા રાખ્યા હતા તેમજ પાલિકાના જન્મ, મરણના વિભાગ નંબર 5 માં હેડ ક્લાર્ક પાસે લોકો ઘસી જતા હોય છે. તેથી, સાવચેતી માટે અહીં છે. સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે આડશ મુકવામાં આવી છે અને પાલિકા કચેરીમાં બાંકડાઓ, ખુરશીઓ હટાવી લેવામાં આવ્યા છે. તેમજ ગેઇટમાંથી એક વ્યક્તિ અવરજવર કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

જો કે પાલિકા તંત્રએ કોરોનાને લઈને આ સતર્કતા દાખવી છે. તેવી સતર્કતા તંત્ર ભૂગર્ભ ગટર પ્રશ્ને દાખવે તેવી લોકોએ માંગ ઉઠાવી છે. છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની ભયકર સમસ્યા સર્જાય છે. ત્યારે આ ગટરની સમસ્યા વરસાદથી વકરી શકે એમ છે. તેથી, તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/