મોરબી પાલિકાએ આજે જુના કરવેરા ભરનાર આસામીઓને આપી રૂ. 12.26 લાખ વ્યાજ માફ કર્યું

0
210
/

જુના કરવેરાના વ્યાજની માફી આપવાના નિર્ણયનો અમલ કરતી મોરબી પાલિકા

મોરબી : હાલ ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પ્રોત્સાહક વળતર યોજના મુજબ મોરબી નગરપાલિકા દ્વારા જુના કરવેરા બાકી હોય તેનું સંપૂર્ણ વ્યાજ માફ કરવાનો નિર્ણય અમલમાં મુકવામાં આવ્યો છે અને જે બાકી કરદાતા જુના કરવેરા ભરે તેને વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેથી આજે કર વસુલાત રૂ. ૩૪,૩૩,૭૦૬ પેટે રૂ. ૧૨,૨૬,૯૦૯ ની રકમની વ્યાજ માફી અપાઈ છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં મોરબી નગરપાલિકામાં જે જે આસામીઓના કરવેરા બાકી છે તેમાં બાકી રકમ ઉપર ચડેલી વ્યાજની દંડનીય રકમની માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં
ગુજરાત સરકાર દ્રારા જાહેર કરાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પ્રોત્સાહક વળતર યોજના મુજબ નગરપાલિકામાં જુના કરવેરા બાકી હોય તેવા કરદાતાઓને વ્યાજમાંથી મુક્તિ આપવાના નિર્ણયનો આજથી અમલ કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આની કુલ વસુલાત રૂ. ૩૪,૩૩,૭૦૬ તથા આજે મોરબી નગરપાલિકા દ્રારા કુલ રૂ. ૧૨,૨૬,૯૦૯ ની રકમની વ્યાજ માફી આપવામાં આવેલ છે.

આમ અત્યાર સુધીના જુના કરવેરા બાકી હોય તેનું વ્યાજ માફ કરી દેવાશે અને કરવેરાની મૂળ રકમની જ વસુલાત કરવામાં આવી રહી છે. આ યોજના 31 માર્ચ સુધી અમલમાં રહેશે.આ ઉપરાંત મોરબી પાલિકા દ્વારા દર વર્ષે એડવાન્સ ટેક્સ ભરનારને 10 ટકા રિબેટ અપાતો હોય છે. ત્યારે હવે ઇ-નગર મારફતે જે લોકો એડવાન્સ ટેક્સ ભરશે તેને 5 ટકા વધુ રિબેટ મળશે એટલે કુલ 15 ટકા રિબેટ મળશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/