મોરબી પાલિકામાં ભૂગર્ભ, લાઈટ, સફાઈની સાડા ત્રણ મહિનામાં 4625 ફરિયાદ !!

0
52
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ સીરામીક નગરીની સાથે ધૂળિયા શહેરની ઉપમા ધરાવતા મોરબી શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની કાયમી સમસ્યા અને ઠેર-ઠેર ગંદકીના ગંજ હોવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબી નગરપાલિકા હરહમેશ અગ્રીમ હરોળમાં આવી રહી છે ત્યારે છેલ્લા સાડાત્રણ મહિનામાં મોરબીમાં ભૂગર્ભ ગટર, લાઈટ અને સફાઈ સહિતની ફરિયાદોનો ધોધ વછૂટ્યો છે, સાડાત્રણ મહિનામા ભૂગર્ભની 2079 અને લાઈટની 1735 સહિત કુલ 4625 ફરિયાદો નગર પાલિકાને મળી હોવાનું સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

વહીવટદાર શાસનમાં મોરબી નગરપાલિકામાં વિકાસકામો ધીમી ગતિએ ચાલી રહ્યા છે અને ફરિયાદો ફુલ સ્પીડે નોંધાઈ રહી છે, મોરબી શહેરમાં ભૂગર્ભ ગટરના પ્રોજેક્ટમાં રહી ગયેલ ક્ષતિઓને કારણે હાલમાં ભૂગર્ભ ગટર નગરપાલિકા માટે માથાનો દુઃખાવો બની હોય તેવી સ્થિતિમાં મોરબી શહેરમાં સપ્ટેમ્બર થી 16 ડિસેમ્બર સુધી એટલે કે છેલ્લા સાડાત્રણ મહિનામાં ભૂગર્ભ ચોકઅપ થવી, ઉભરાવી સહિતની કુલ 2079 ફરિયાદ મળી છે તે જોતા મોરબીમાં દરરોજની સરેરાશ ભૂગર્ભને લગતી જ 20થી વધુ ફરિયાદો નોંધાઈ રહી છે.આ ઉપરાંત મોરબી નગરપાલિકામાં છેલ્લા સાડાત્રણ મહિનાના સમયગાળા દરમિયાન સ્ટ્રીટ લાઈટ અંગેની 1735, ભૂગર્ભ ગટરના ઢાંકણાની 407, સફાઈ ન થતી હોવાની 349 અને પાણી ન આવતું હોવાની 55 ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, મોરબી નગરપાલિકામાં નોંધાતી મોટાભાગની ફરિયાદ લોકો ફોન કરીને અથવા તો રૂબરૂમાં જ નોંધાવી રહ્યા છે. નગરપાલિકામાં સૌથી વધુ ફરિયાદો ચોમાસા દરમ્યાન સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં નોંધાઈ હોવાનું પણ સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/