મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો માટે આવેદન

0
73
/

મોરબી : ગઈકાલ તારીખ 15ને સોમવારના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, મોરબી જિલ્લા ટિમ દ્વારા કલેકટર મારફત માનનીય વડાપ્રધાન, માનવ સંસાધન વિકાસ મંત્રી, મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને માધ્યમિક શિક્ષકોની પડતર મંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ગઈકાલે માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં નિશ્ચિત થયા મુજબ માધ્યમિક શિક્ષકોની વિવિધ માંગણીઓ જેવીકે, સ્વતંત્ર માધ્યમિક શિક્ષણ આયોગની રચના, સાતમા પગારપંચના આધાર પર તમામ શિક્ષકોના વેતન ભથ્થા અને છઠ્ઠા અને સાતમા પગારપંચની વિસંગતતા દૂર કરવામાં આવે, નવી પેંશન યોજના બંધ કરી જૂની પેંશન યોજના ફરીથી ચાલુ કરવામાં આવે, “સમાન કામ સમાન વેતન” એ સિદ્ધાંતનું પાલન, વ્યવસાયિક શારીરિક શિક્ષણ કમ્પ્યુટર શિક્ષણ માટે કાયમી શિક્ષકોની નિયુક્તિ, માધ્યમિક શિક્ષણનું ખાનગીકરણની આડમાં વધતા વ્યાપારીકરણને રોકવામાં આવે વગેરે જેવી વિવિધ માંગણીઓ લઈને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી, ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ આદ્રોજા તેમજ માધ્યમિક સંવર્ગના શિક્ષકોએ ઉપસ્થિત રહી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/