મોરબી: નવલખી બંદર સહિત જિલ્લાના 8 ટાપુઓ ઉપર પ્રવેશબંધી

0
28
/

મોરબી : હાલ મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી.પંડયા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- 1973 ની કલમ-144 હેઠળ મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં માળીયા મીયાણા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ મામલીયા ટાપુ (3 નોટીકલ માઇલ્સ), મુર્ગા ટાપુ (1.3 નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-1 (6.1 નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-2 (5.8 નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-3 (6.1 નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-4 (5.3 નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-5 (4.8 નોટીકલ માઇલ્સ) અને અનનેમ ટાપુ- 6 (5.1 નોટીકલ માઇલ્સ) સહિત કુલ 8 ટાપુઓ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી, સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું કોઇ કૃત્ય કરવું નહી. આ ટાપુઓ ઉપર કોઇ વ્યકિતએ પ્રવેશવું નહી તથા બોટને લાંઘવાની પ્રવૃતિ નહીં કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/