મોરબી નજીક નેશનલ હાઈવે પરથી પસાર થતી ટ્રકને આંતરી રહેલી પોલીસ પર ટ્રક ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસની બોલેરો ગાડી પર ટ્રક ચડાવવાનો પ્રયાસ કરાયો હોય જેમાં સરકારી વાહનમાં નુકશાન થતા બનાવ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ બાવળિયાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિનય યાદવ રહે યુપી વાળો ગત મધરાત્રીના સુમારે ભરતનગર ગામ પાસેથી પોતાનો ટ્રક નં જીજે 1 સી વાય ૮૬૦ લઈને જતો હોય અને ફરિયાદી પોલીસ કર્મચારી પેટ્રોલિંગમાં હોય અને ટ્રકને રોકવાનું જણાવ્યું હતું પરંતુ ટ્રક ચાલકે ટ્રક રોકવાને બદલે ટ્રક પોલીસના વાહન પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જે બનાવમાં સદનસીબે પોલીસ કર્મચારીનો બચાવ થયો છે જોકે સરકારી વાહનને નુકશાન થવા પામ્યું છે અને બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદને પગલે તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide