મોરબી શહેરના લીલાપર ગામ પાસે મચ્છુ નદી નજીક રોડ ઉપર ગઇકાલે ટ્રકની હડફેટે એક બાઈક ચાલક આવી ગયો હતો જેથી કરીને તેનું મોત થયું હતું આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ લીલાપર ગામ પાસે મચ્છુ નદી નજીક રોડ ઉપરથી બાઇક નંબર જીજે ૩૬ પી ૭૯૫૨ લઈને હસમુખભાઈ અગ્રાવત રહે, રવાપર વાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઇકને ટ્રક નંબર જીજે ૩૬ ટી ૮૯૬૩ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને તેને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ તેઓનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આ બનવામાં મૃતકના ભાઈ અશ્વિનભાઈ તુલસીદાસ અગ્રાવત ની ફરિયાદ લઈને ટ્રકના ચાલકની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide