મોરબી નજીક ઝીકીયારી ડેમમાં ઝંપલાવી પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત

0
295
/

ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા

મોરબી : ગઈકાલે મોરબીના ઝીકિયારી ગામ નજીક આવેલ ઘોડાધ્રોઇ ડેમમાં એક સગીરા અને યુવાને સજોડે આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં મોરબી ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી જઇ બન્ને મૃતદેહ બહાર કાઢી પીએમ. માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. મરણજનાર બન્ને પ્રેમી પ્રીમિકા હોય અને આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન લગવાઈ રહ્યું છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઝીકીયારી ગામ નજીકના ધોડાધ્રોઈ ડેમમાં એક યુવક અને યુવતીએ છલાંગ લાગવી આપઘાત કર્યો હોવાની અને ડેમમાં ડુબતા હોવાની મોરબી ફાયર વિભાગની ટીમને જાણ થઈ હતી. જેના આધારે મોરબી ફાયર ટીમના પ્રીતેશ નગવાડીયા, સલીમ નોબે, પેથાભાઈ, દિનેશ પડાયા,વસંત પરમાર, હિતેશ દવે સહિતના ઘટનાં સ્થળે દોડી ગયા હતા અને રેક્સ્યું ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે ફાયર ટીમ બન્નેને બચાવે તે પૂર્વે જ બન્નેના મૃત્યુ નિપજ્યા હતા.મરણજનાર નીલેશ મોહન સોલંકી (ઉ.વ.19) અને એક 16 વર્ષની સગીરા બંને ઝીકીયારીના રહેવાસી હોવાની માહિતી મળી હતી. બંને મૃતદેહ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી પ્રેમપ્રકરણ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી અને પ્રેમી પંખીડાએ સાથે ડેમમાં કુદી મોતને વ્હાલું કર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.આ મામલે તપાસ અધિકારી આર.બી. વ્યાસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આપઘાત હોવાનું જણાય આવે છે.હાલ મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/