મોરબી : આજે મોરબી તાલુકાના નવા જાંબુડિયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજે તા. 25ના રોજ સાંજના સમયે નેશનલ હાઇવે પર નવા જાંબુડિયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બાઇકચાલક બાઈક પરથી પડી જતા, તે ગંભીર રીતે ઘવાયો હતો. અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવના પગલે રોડ પર ભીડ એકઠી થઇ ગઈ હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ભીડને વિખેરવામાં આવી હતી. હાલમાં ટ્રકને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પહોંચાડવામાં આવ્યો છે. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide