આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોગ શિબિરનું પણ આયોજન
મોરબી : હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ રોગોની સારવાર માટે આગામી તા. તા.28ને મંગળવારના રોજ સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા સુધી સતવારા સમાજની વાડી,વજેપર ખાતે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવેલ છે.આ સાથે જ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન પણ લોકોને આપવામાં આવશે.આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિયામક આયુષની કચેરી – ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી – મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનુ જનરલ હોસ્પિટલ-મોરબી અને સરકારી હોમિયોપથી દવાખાનુ જનરલ હોસ્પિટલ-મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું આગામી તા.28ને મંગળવારના રોજ સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા સુધી સતવારા સમાજની વાડી,વજેપર ખાતે આયોજન કરવામાં આવેલ છે. સાથે યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે તો આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર(મે.ઓ. આયુર્વેદ),વૈદ્ય અલ્તાફભાઈ શેરસિયા(મે.ઓ. આયુર્વેદ),વૈદ્ય શ્રીબા જાડેજા(મે.ઓ.આયુર્વેદ),ડૉ.વિજયભાઈ નાંદરિયા(મે.ઓ.હોમિયોપથી – કોયલી),ડો.જે.પી.ઠાકર(મે.ઓ.હોમિયોપથી ટંકારા),ડો.એન.સી.સોલંકી(મે.ઓ.હોમીઓપેથી – નવા ઘનશ્યામગઢ) સેવા આપશે.આ કેમ્પમાં આયુર્વેદિક નિદાન,હોમિયોપથિક નિદાન,યોગ પ્રશિક્ષણ,આયુર્વેદિક ઔષધિઓ,આયુર્વેદિક જીવનશૈલી,યોગ વિષયક ચાર્ટ પ્રદર્શન કરવામાં આવશે તેમજ બાળકો તથા સગર્ભા મહિલાઓ માટે પોષણક્ષમ વાનગીઓનું ચાર્ટ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.આ ઉપરાંત વિવિધ રોગોની સારવાર કરવામાં આવશે.જેમાં સ્નાયુ,સાંધાના દુઃખાવા,સાઇટિકા,એડીનો દુઃખાવો,ખભાનો દુઃખાવો તથા કપાસી,હરસ,મસા,શ્વાસ,એલર્જી,ચામડીના રોગ,સ્ત્રીઓના રોગ,બાળકોના રોગ,પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગો માટે અગ્નિકર્મ સારવાર કરવામાં આવશે.
આ કેમ્પમાં આયુર્વેદ તેમજ હોમિયોપથી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.જેમાં આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા,હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવાનું વિતરણ કરાશે.”ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ” આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન પૂરું પડાશે. કેમ્પમાં નિદાન સારવાર માટે રેજીસ્ટ્રશન કરાવાની જરૂર નથી તથા એપોઇમેન્ટની પણ આવશ્યકતા નથી.વધુ ને વધુ લોકો આ કેમ્પનો લાભ લઇ શકે તે માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide