મોરબી : NFSA તથા NON NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ આ તારીખે મળશે

0
119
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : સર્વે એન.એફ.એસ.એ. તથા નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં ગુજરાત સરકાર તરફથી જાહેર કરાયેલ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરાશે. કાર્ડ ધારકોના છેલ્લા ડીઝીટને ધ્યાને લઇ ૧ વાળાને તા.૧૫/૦૬/૨૦૨૦,૨ વાળાને ૧૬/૬/૨૦૨૦, ૩વાળાને તા.૧૭/૬/૨૦૨૦, ૪ વાળાને તા.૧૮/૬/૨૦૨૦, ૫ વાળાને તા.૧૯/૬/૨૦૨૦, ૬ વાળાને તા.૨૦/૬/૨૦૨૦, ૭ વાળાને તા.૨૧/૬/૨૦૨૦, ૮ વાળાને તા.૨૨/૬/૨૦૨૦, ૯ વાળાને તા.૨૩/૬/૨૦૨૦ અને ૦ વાળાને તા.૨૪/૬/૨૦૨૦ ના વિતરણ કરવાનું આયોજન કરાયું છે

જો કોઇ લાભાર્થી અનિવાર્ય સંજોગોવસાત ઉક્ત નિયત કરેલ દિવસે વ્યાજબી ભાવની દુકાન પર તેઓને મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો મેળવી ન શકે તો, તેઓએ તા.૨૫/૬/૨૦૨૦ના રોજ વ્યાજબી ભાવની દુકાન પરથી મેળવી લેવાનો રહેશે. તેમજ તમામ વ્યાજબી ભાવના દુકાનદારો તથા લાભાર્થીઓને કોરોના મહામારીની પરિસ્થિતિમાં ‘‘સોશીયલ ડીસ્ટન્સીંગ’’ જળવાય, ખોટી ભીડ ભાડ કે અરાજકતા વિતરણ સમયે ન ફેલાય તે માટે પણ જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ કરાયો છે. કાર્ડ ધારકોને રાશન મેળવવા માટે ફરજીયાતપણે તેઓનું રાશનકાર્ડ તથા આધાર કાર્ડ અથવા આધાર કાર્ડની નકલ સાથે લાવવાની રહેશે. આધાર કાર્ડ ન હોવાના કિસ્સામાં સરકાર માન્ય આધાર-પુરાવા સાથે લાવવાના રહેશે. તેવું જિલ્લા પુરવઠા અધિકારી એચ. જી. પટેલની યાદીમાં જણાવેલ છે

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/