મોરબી : નવેમ્બરમાં કોરોના બેકાબુ બન્યો, 458 નવા કેસ સાથે 36 દર્દીને ભરખી ગયો

0
67
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 162 જેટલા કોરોના પોઝિટિવ દર્દીના મોત નિપજ્યા

તેમજ નવેમ્બરમાં 458 નવા કેસ સામે 387 દર્દી કોરોનામાંથી સાજા થયા, રિકવરી રેટ પણ ઘટ્યો

મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ તેજ ગતિએ જિલ્લાવાસીઓને પોતાનો શિકાર બનાવી રહ્યુ છે. ખાસ કરીને પેટા ચૂંટણી, ત્યારબાદ દિવાળી પર્વ અને હાલ લગ્ન સીઝનને કારણે લોકોની ભીડ વધતા કોરોનાનું સંક્રમણ પણ તેજ ગતિએ વધ્યું છે.

આ નવેમ્બર મહિનાની શરૂઆતમાં જોઈએ તો મહીનાના પ્રથમ દિવસે જિલ્લામાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 2225 હતા. જે પૈકી 1955 દર્દી સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે મહિનાના અંતે જે 30 નવેમ્બરે વધીને કોરોના કેસનો આંક 2683 પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ થનારા દર્દીઓનો આંક 2342 પર રહ્યો છે. આમ માત્ર એક મહિનામાં કુલ 458 નવા કેસ સતાવાર રીતે આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયા હતા.જેમાંથી 387 દર્દીઓને ડિસ્ચાર્જ પણ  કરાયા હતા.

તદ્ઉપરાંત, આરોગ્ય તંત્ર દ્વારા ચાલુ મહિનામાં જ જે રીતે મોતના આંકડા જાહેર કરવામાં આવ્યા, તે રીતસર લોકોની આંખમાં ધૂળ ફેંકવા જેવી વાત છે. કારણ કે મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્રના ચોપડે માત્ર 1 જ મોત જાહેર કરવામાં આવ્યું છે. જો કે ખરેખર તપાસ કરી તો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયેલ કુલ પોઝિટિવ કેસમાંથી એક્ટિવ કેસ, સ્વસ્થ થયેલા કેસ અને કોરોનાથી મોતની સંખ્યા સરખામણી કરતા 36 દર્દીઓ એવા છે. જેમની ક્યાંય નોંધ જ નથી. એટલે કે તે એક્ટિવ કેસ નથી, સાજા પણ થયા નથી કે સત્તાવાર મોત પણ થયા નથી. તો આવા 36 દર્દી ક્યાં છે તે એક મહત્વનો સવાલ છે?

આ અંગે જાઁચ તપાસ કરતા નગરપાલિકા, સમાજસેવીઓ અને અન્ય લોકો દ્વારા કરવામાં આવેલ અંતિમ સંસ્કારની વિધિને આધારે આવા 36 દર્દીઓ સામે આવ્યા છે. જેમના અલગ-અલગ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોત થયા હોવા છતાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. અને જો આજ દિન સુધીના આવા મોતનો આંકડો ગણવામાં આવે તો તેની સંખ્યા 144 પર પહોંચી ચૂકી છે. જેના સારવાર દરમિયાન મોત થયા હોવા છતાં તંત્ર દ્વારા સ્ટેટ ડેથ ઓડિટ કમિટી પાસે પેન્ડિગનું બહાનું આગળ ધરી આ મોતની સતાવાર જાહેરાત પણ કરી નથી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/