મોરબી: એક આધેડ વયનો શખ્સ પરિણીતાને ભગાડી જતા પતિ અને બે બાળકો માં વિહોણા

0
1142
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હાલમા મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા મૂળ માળીયા તાલુકાના નાની બરાર ગામના વતની અને અને હાલમાં મોરબી રેલવે સ્ટેશન રોડ ઉપર મહાદેવ ફરસાણ નામની દુકાન ધરાવતા પ્રિતમભાઈ મુકેશભાઈ જોશીએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી તેમની પત્નીનો પતો મેળવા અરજ કરી છે.

પોલીસને કરેલી અરજીમાં જણાવ્યા મુજબ પ્રિતમભાઈ અને તેમના પત્ની સાથે મળીને મહાદેવ ફરસાણ નામની દુકાન ચલાવે છે અને તમને સંતાનમાં પુત્ર શ્રીરાજ અને પુત્રી બંસી છે અને પુત્રવધુ ધર્મિષ્ઠા સહિતના પરિવારજનો સુખેથી જીવન જીવતા હતા પરંતુ ગત તા.14ના રોજ તેમના પત્ની પૂજાબેન દુકાનેથી મહાવીર ફરસાણમાંથી જલેબી તેમજ અન્ય વસ્તુ બજારમાં લેવા જવ છું કહી ને નીકળ્યા બાદ પરત ન ફરતા તેમની પ્રિતમભાઈએ શોધખોળ શરૂ કરી હતી.

વધુમાં પ્રીતમભાઈએ પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે શોધખોળ કરતા તેઓને જાણવા મળ્યું કે તેમની દુકાને અવાર નવાર આવતા પરિચિત જગદીશ માંકડીયા પણ લાપતા બન્યા છે જેથી પ્રીતમભાઈએ જગદીશના ઘેર તપાસ કરતા તેમના પત્નીએ જગદીશ પોતાની ઇકો કાર લઈ જૂનાગઢ ગયાનું જણાવ્યું હતું. વધુમાં પ્રીતમભાઈએ પોલીસને કરેલી અરજીમાં જગદીશ તેમની ગેર હાજરીમાં તેમના ઘેર પણ અવાર નવાર જતો હોય પૂજાબેન તેમની સાથે જ ગયાની શંકા વ્યક્ત કરી પોતાના પત્ની પૂજાબેનને શોધી આપવા અરજ કરી જગદીશના મોબાઈલ નંબર સહિતની વિગતો સાથે પોલીસ સમક્ષ મદદ માંગી સોશિયલ મીડિયામાં પણ જો કોઈને એમના પત્ની પૂજાબેન અંગે જાણ હોય તો મોબાઈલ નંબર 7016798932 અને 9978506278 ઉપર સંપર્ક કરવા અપીલ કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/