મોરબીમાં ચાલુ બાઈકે મોબાઈલ ફાટતા નીચે પટકાયેલા યુવાનનું મોત

0
718
/
ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટતા યુવાનને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચ્યા બાદ બાઇક સ્લીપ થતા યુવાનનું મોત થયું
સમગ્ર બનાવ અંગે તાલુકા પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી

મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર બધુંનગર ગામ પાસે વિચિત્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં એક યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટ્યો હતો અને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં બાઇક સ્લીપ થવાથી નીચે પટકાતા આ યુવાનનું મોત નીપજ્યું હતું.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ વાંકાનેરના વઘાસીયા ગામે જી.આઇ.ડી.સી.માં આવેલ ચિરાગ એન્જી. વર્કસમાં કામ કરતો ગુડ્ડુભાઇ શ્રીભાઇ સાહની (ઉ.વ.૨૭) નામનો યુવાન ગત તા.૧૫ જુલાઈના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર બંધુનગર ગામ પાસેથી પોતાના હવાલાવાળુ બાઇક બજાજ કંપનીનુ C T-100 રજી. નંબર G J 36 Q 4666 વાળુ ચલાવીને મોરબી તરફ જતા હતો. તે દરમ્યાન રસ્તામાં પોતાના પેન્ટના ખીસ્સામાં રહેલ મોબાઇલ અચાનક ફાટતા યુવાનને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. મોબાઈલ ફાટવાથી સાથળને ગંભીર ઇજા પહોંચ્યા બાદ યુવાને મોટર સાયકલ પરનો કન્ટ્રોલ ગુમાવ્યો હતો. આથી, બાઇક સ્લીપ થઇ જતા પડી જતા શરીરે ગંભીર ઇજા થવાથી આ યુવાનનું તા.16 ના રોજ સારવાર દરમિયાન મોત નીપજેલ હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

મૃતક યુવાન પાસે રેડમી કંપનીનો મોબાઈલ વાપરાતો હતો. આ યુવાનના ખીસ્સામાં રહેલો મોબાઈલ કેવી રીતે ફાટ્યો અને મોબાઈલની સમગ્ર સ્થિતિ અંગે તાલુકા પોલીસ હાલ ગહન તપાસ ચલાવી રહી છે. જોકે મૃતક યુવાનનો મોબાઈલ બળી ગયો છે. હાલ આ બનાવ અંગે વાંકાનેરના ચિરાગભાઇ ભુપેંદ્રભાઇ મકવાણાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. જોકે આ વિચિત્ર બનાવથી મોરબી પથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/