મોરબીમાં એક સાથે બે દર્દીના કોરોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

0
459
/

16 વર્ષનો તરૂણ અને 41 વર્ષના આધેડ કોરોનાગ્રસ્ત થયા : બન્ને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહિ

મોરબી : હાલ મોરબી જિલ્લો કોરોના મુક્ત રહ્યા બાદ થોડા જ દિવસમાં કોરોનાની રી- એન્ટ્રી થઈ છે. મોરબી શહેરમાં જ એક સાથે બે કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. આ બન્ને દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને આઇડેન્ટીફાય કરવા સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

મોરબી જિલ્લામાં કોરોનાનો એકમાત્ર દર્દી પણ રિકવર થઈ ગયા બાદ જિલ્લો કોરોના મુક્ત થયો હતો. જો કે તેના થોડા જ દિવસોમાં આજ રોજ મોરબી શહેરના કોરોનાના બે કેસ સામે આવ્યા છે. જેમાં 16 વર્ષનો તરૂણ અને 41 વર્ષના આધેડ કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં 41 વર્ષના આધેડે તો વેકસીનના બન્ને ડોઝ પણ લીધા છે. બંને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે કોઈ અન્ય પોઝિટિવ કેસ સાથે સંપર્કમાં હોવાની હિસ્ટ્રી મળેલ નથી.આ બન્ને પોઝિટિવ કેસને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આ બન્ને દર્દીના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે મોરબીમાં તમામ લોકોને તકેદારી રાખવા પણ આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/