મોરબી : દગાખોર ચીન દ્વારા અચાનક ભારતીય સેના ઉપર કરાયેલા હુમલાના બનાવના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ચીનની દગાખોરી સામે ભારત દેશમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.ત્યારે મોરબીમાં યુવા અગ્રણીની ટીમ દ્વારા ચાઈના પ્રોડક્ટ ,ચીનના રાષ્ટ્રપતિના પૂતળા અને ચીનના રાષ્ટ્ધ્વજનું દહન કરીને ચીનની નફટાઈનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
મોરબીના યુવા અગ્રણી અજયભાઈ લોરીયા અને તેમની ટીમ દ્વારા આજે સાંજે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સુપર માર્કેટ ખાતે ચાઈનાની દગાખોર નીતિનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને વિવિધ ચાઈનાના મોબાઈલ સળગાવી દેવામાં આવ્યા હતા.તેમજ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના પૂતળું અને ચીનના રાષ્ટ્ધ્વજનું દહન કરવામાં આવ્યું હતું. તેમજ ચીન હાય હાયની નારેબાજી કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.આ અંગે અજય લોરીયાએ જણાવ્યું હતું કે, ચીને ભારતીય સેના ઉપર હુમલો કરી પોતાની દગાખોરી છતી કરી છે.તેથી દગાખોર ચાઈનાને સબક શીખવાડવા માટે ભારતીય સેના સજ્જ છે. ત્યારે ચાઈનાને સબક શીખડાવડા માટે લોકો સ્વંય જાગૃત બનીને ચાઈનાની પ્રોડક્ટને જાકારો આપવા માટે આજે ચાઈનાના મોબાઈલ ખરીદીને સળગાવવા આવ્યા હતા. તેમજ ચીનના રાષ્ટ્રપતિના પૂતળા અને ચીનના રાષ્ટ્ધ્વજનું દહન કરીને ચીનને ધોબી પછડાટ આપવાનો પ્રયાસ કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide