મોરબીમાં માલિકીના પ્લોટમાં પતરા ખોડવા મામલે બઘડાટી : સામસામી રાવ

0
359
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં બનેલો બનાવ

મોરબી : હાલ મોરબીના વાવડી રોડ ઉપર આવેલી કારીયા સોસાયટીમાં માલિકીના પ્લોટમાં પાડોશીએ પતરા ખોડી આડશ ઉભી કરી લેતા પ્લોટ માલિક અને પતરા નાખનાર પરિવાર વચ્ચે બઘડાટી બોલી જતા સામસામે ધોકા પાઇપ વડે હુમલો થતા બન્ને પક્ષે ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડીરોડ ઉપર કારીયા સોસાયટીમાં પ્લોટ ધરાવતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી આરીફભાઇ ઇસ્માઇલભાઇ દલના પ્લોટની બાજુમાં આરોપી અબ્દુલ અલારખા દલવાણી અને ઇનુસ અબ્દુલ દલવાણીનો ભંગારનો ડેલો હોય તેઓએ આરીફભાઈના પ્લોટમાં પતરા નાખતા આરીફભાઈએ પતરા કાઢી લેવાનું કહેતા

અબ્દુલ અલારખા દલવાણી અને ઇનુસ અબ્દુલ દલવાણી ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે ઇમ્તયાજ કાસમભાઇ દલવાણી, હબીબ અલારખા દલવાણી, સકિલ ઉમર પીંજારા, જુનેદ ઇકબાલ કાસમાણી સાહિતનાઓએ એક સંપ કરી આરીફભાઈ તેમજ સાહેદ જાવીદભાઈ ઉપર હુમલો કરી ધોકા પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા GP Act ક.૧૩૫ મુજબ ગુન્હો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/