મોરબીમાં કોરોના લોકડાઉન વચ્ચે પાન મસાલાના વેચાણને છૂટ આપવામાં આવી છે ત્યારે કાળાબજારી થતી હોય જે બંધ કરાવવા અને વેપારીઓ વેપાર કરી સકે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે
મોરબીના સામાજિક કાર્યકર વિવેક મીરાણીએ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે કોરોના લોકડાઉનને પગલે વેપાર બંધ હતો અને હવે પાનમાવાની દુકાનો ખોલવા છૂટ આપવામાં આવી છે મોટાભાગના હોલસેલરો પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક હોવા છતાં ગ્રાહકોને પૂરો માલ આપવામાં આવતો ના હોય અને કાળાબજારી કરવામાં આવે છે જેને રોકવા તમામ હોલસેલરોએ તેમના વેપારીઓ, ડીલરો અને પાનના ગલ્લાના વેપારીઓને જરૂરિયાત મુજબ પુરતો માલ મળે અને કાળાબજારી અટકાવવામાં આવે તેવી માંગ કરી છે ગોડાઉનમાં પડેલ માલની કાળાબજારી અટકાવવી જરૂરી છે જેથી વેપારીઓના ગોડાઉન સીલ થવાના આદેશ જાહેર જનતાના હિતમાં કરવામાં આવે અને કંપનીઓના ઓથોરાઇઝ ડીલરોને આદેશ કરવા પણ માંગ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide