મોરબીમાં પાન-માવાના ભાવમાં રૂ.૫ નો વધારો ઝીકાયો?

0
290
/

તમાકુ અને સોપારીના ભાવમાં તોતિંગ ભાવ વધારો ઝીકાતાં ભાવ વધારાના સંકેત : કાલે મોરબી પાન પટ્ટી એસોશિએશની બેઠક યોજાઈ 

તમાકું-સોપારીમાં ભાવવધારાના પગલે મોરબીના પાન-માવાના વેપારીઓની રવિવારે બેઠક યોજાશે 

મોરબી પાન-પટ્ટી એસો.ની બેઠકમાં પાન-માવાના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય લેવાની પણ શકયતા

મોરબી : તાજેતરના કોરોના કાળમાં લોકડાઉન ખુલ્યા બાદ ધીરેધીરે તમામ વેપાર ધંધા રાબેતા મુજબ ધમધમવા લાગ્યા છે પરંતુ લોકડાઉન પછી તમાકું-સોપારીમાં ભાવવધારા બાદ ફરી એક વાર તમાકુ અને સોપારીના ભાવમાં તોતિંગ ભાવ વધારો ઝીકાતા પાન – માવના ભાવમાં રૂ.પાંચ સુધીનો વધારો તોળાઈ રહ્યો છે. આ માટે મોરબી પાન-પટ્ટી એસો.દ્વારા આવતીકાલે રવિવારે પાન-માવાના વેપારીઓની એક અગત્યની બેઠક યોજાનાર છે. જેમાં ભાવોમાં વધારો કરવાનો નિર્ણય લેવાની પણ શકયતા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/