મોરબીમાં અંગત માથાકૂટ બાબતે પિતા-પુત્ર ઉપર હુમલો

0
204
/
વેવાઈ પક્ષના ત્રણ શખ્સો સામે હુમલો કર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં પુત્રવધુના અન્ય જગ્યાએ લગ્ન કરવાની ના પાડવા મામલે પિતા-પુત્ર ઉપર વેવાઈ પક્ષના ત્રણ શખ્સોએ હુમલો કર્યાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદના આધારે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર સતનામ ગૌશાળા સામે રહેતા પુનાભાઇ છોટુભાઇ પરમાર (ઉ.વ ૬૦) એ બાબુ કરશન, કિશોર બાબુ તથા પેમા કરશન સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૨ના રોજ આરોપી બાબુ કરશન ફરીયાદીના દિકરાના સસરા થતા હોય જે પોતાની દિકરી ફરીયાદીના પુત્રવધુને બીજા પોતાના સંબધીના દિકરા સાથે પરણાવા માંગતા હોય. આ બાબતે ફરીયાદીએ ના કહેતા ઉશ્કેરાઇ જઇ આરોપીઓએ ફરીયાદીને ડાબા હાથે લોખંડના સળીયા વડે માર મારી ફેકચર કરી તથા ફરીયાદીના દિકરા સાહેદને શરીરે લોખંડના સળીયા વડે મુંઢ માર માર્યો હતો. તેમજ આરોપીઓએ ફરીયાદીને લોખંડના પાઇપ વડે શરીરે મુઢ માર મારી અને ફરીયાદીને માથાના ભાગે લોખંડની કમાન વડે માર મારી ઇજા કરી હતી. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/