મોરબી: PGVCL જેતપર સબ ડીવીઝનમાં ૩૫ દિવસથી નેટ કનેક્ટીવીટીના ધાંધિયા

0
53
/

મોરબી પીજીવીસીએલના જેતપર સબ ડીવીઝનમાં નેટ ધાંધિયાથી ગ્રાહકો જ નહિ પરંતુ અહીનો સ્ટાફ પણ પરેશાન છે છેલ્લા બે-ચાર દિવસથી નહિ પરંતુ ૩૫ દિવસથી નેટ કનેકટીવીટી ખોરવાયેલી છે જેથી નવા કનેક્શન સહિતના કામકાજ ઠપ્પ થયા છે જોકે બીએસએનએલ દ્વારા એક માસથી વધુ સમય વીત્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

મોરબીના જેતપર સબ ડીવીઝન ખાતે છેલ્લા ૩૫ દિવસથી નેટ કનેકટીવીટીના ધાંધિયા જોવ મળે છે નેટ કનેક્શન ના હોવાથી ગ્રાહકોને નવા કનેક્શન મળી સકતા નથી ઓનલાઈન એસેસમેન્ટ ના થતું હોવાથી નવા કનેક્શન મળતા નથી જેથી ગ્રાહકો પરેશાન થાય છે તે ઉપરાંત બીલ ભરવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે બીલ ભરાયા બાદ મેઈન ઓફિસે ઓનલાઈન પ્રક્રિયા કરવી પડે છે જેથી સ્ટાફે ડબલ કામગીરીનો બોજ સહન કરવો પડે છે આ અંગે બીએસએનએલમાં રજૂઆત કરી હતી જોકે વાયર તૂટી ગયા છે રીપેર કરી આપશું તેવા જવાબો મળે છે પરંતુ છેલ્લા ૩૫ દિવસથી નેટ ધાંધિયા છે છતાં પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી તે વાસ્તવિકતા છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/