મોરબી: હાલ તાલુકાના પીપળી-જેતપર ચાર માર્ગીય રોડને ૧૧૮ કરોડના ખર્ચે નવો બનાવવા તાંત્રિક મંજુરી મળી છે તો મોરબી-હળવદ રોડ ૧૯૦ કરોડના ખર્ચે નવો બનાવવા માટેની પણ તાંત્રિક મંજુરી મળી હોવાનું મંત્રી બ્રિજેશભાઈ મેરજાની યાદીમાં જણાવ્યું છે
મોરબી-પીપળી-જેતપર-અણીયારી ચાર માર્ગીય બનાવવા માટે મોરબી-માળિયાના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાના સતત પ્રયાસો અને ફોલોઅપને પગલે રસ્તો ચાર માર્ગીય કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાંત્રિક મંજુરી મળી ગઈ છે રૂ ૧૧૮ કરોડના ખર્ચે ચાર માર્ગીય રોડ બનાવવા તાત્કાલિક ટેન્ડર બહાર પાડી કામ હાથ ધરાશે
ઉપરાંત મોરબી-હળવદ રોડને ચાર માર્ગીય કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ ૧૯૦.૯૪ કરોડના ખર્ચે તાંત્રિક મંજુરી મળી ગઈ છે જેનું ટૂંક સમયમાં ચાર માર્ગીય રોડનું કામ ચાલુ થશે તેમ મંત્રી બ્રીજેશ મેરજાની યાદી જણાવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide