ગુંગણ ગામે માથાભારે શખ્સે જમીન ઉપર ગેરકાયદે કબ્જો જમાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબી : હાલ મોરબીના ગુંગણ ગામની સીમમાં આવેલ સાંથણીની જમીનમાં એક શખ્સે ગેરકાયદે કબ્જો જમાવતા તેની સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.જમીનના મૂળ માલીકે આ શખ્સ સામે પોતાની કિંમતી જમીન પચાવી પડવાનો કારસો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરી પાછળ રહેતા જગજીવનભાઇ લક્ષ્મણભાઇ જાદવ (ઉ.વ.૩૪) એ આરોપી ધર્મેન્દ્રસિંહ મીઠુભા જાડેજા (રહે. ગુંગણ, તા.મોરબી) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક તથા એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની મોરબી તાલુકા અનુસસુચિત જાતિ સમુદાયક ખેતી સહકારી મંડળીને મળેલ મોરબી તાલુકાના ગુંગણ ગામના સર્વે નં.૩૮૦ પૈકીની ૨૫ એકર ૧૪ ગુંઢાવાળી સાંથણીની જમીનમાં આરોપીએ સને-૨૦૧૭ થી અનઅધિકૃત રીતે કબ્જો કરી આજદીન કબ્જો ચાલુ રાખી માર મારવાની ધાક ધમકી આપી હતી.
મોરબી તાલુકાના ગુંગણ ગામે સાંથણીની જમીનમાં ગેરકાયદે કબ્જો જમાવતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક તથા એટ્રોસીટી એકટ હેઠળ આરોપી સામે ગુન્હો નોંધી ડીવાયએસપી એમ.આઇ.પઠાણએ વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide