મોરબી : પ્લોટમાં ઓરડી બનાવી જમીન પચાવી પાડવાનો કારસો : લેન્ડ ગ્રેબીગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ

0
254
/

પ્લોટના મૂળ માલિક વૃદ્ધાએ બે શખ્સો વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી

મોરબી : હાલ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાઇન્સનગર સોસાયટીના પ્લોટમાં બે શખ્સોએ ગેરકાયદે બાંધકામ કરીને જમીન પચાવી પાડવાનો કારસો રચતા આ બનાવમાં લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્લોટના મૂળ માલિક વૃદ્ધાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે નવા ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સરદારબાગની પાછળ આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા જસવંતીબેન રજનીકાંતભાઇ કોટેચા (ઉ.વ.74)એ આરોપીઓ રોહીદાશપરા મેઇન રોડ રહેતા નવઘણભાઇ નાગજીભાઇ ભરવાડ અને કરણાભાઇ કુકાભાઇ ભરવાડ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની માલીકીનાનવલખી રોડ ઉપર આવેલ લાઇન્સનગર સોસાયટીના સર્વે નં.20 પ્લોટ નં.87 માં આરોપીઓએ પુર્વ ભાગે દબાણ કરી જમીન પચાવી બાંધકામ કરી ઓરડી બનાવી રહેણાક માટે ઉપયોગ કરી તેમજ ફરીયાદીના પ્લોટમા પોતાના મકાનની દીવાલ બનાવી તેમજ ખુલ્લા પ્લોટમા માલઢોર બાંધવાનો વાડો બનાવી પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરી આરોપીઓએ ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી હતી. આ બનાવની ફરિયાદના આધારે નાયબ પોલીસ અધિક્ષકએમ આઇ પઠાણે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/