મોરબી : પોલીસે દંડ વસુલી પ્રજાને હેરાન કરવાને બદલે જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ

0
173
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: આજે જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ મોરબી જીલ્લા એસપીને આવેદન પાઠવી જણાવ્યું છે કે તાજેતરમાં પોલીસે માસ્ક ના પહેરેલ લોકો અને હેલ્મેટ વિના નીકળતા વાહનચાલકો પાસેથી રૂ ૧૦૦૦ જેટલી મોટી રકમનો દંડ વસુલવામાં આવ્યો છે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે બહુ મોટી રકમ છે મહિનામાં ૨-૩ વખત જો આવી રીતે દંડ ભરવાનો થાય તો પરિવારનું બજેટ વેરવિખેર થઇ જાય છે

મોરબી ખાતે ટ્રેનીંગમાં આવેલ નવા આઈપીએસ દંડની વસુલાત માટે કાર્યવાહી કરી પ્રજાને પરેશાન કરી રહ્યા છે દંડની રકમનીમાંથી માસ્ક લઇ માસ્ક વિતરણ કરવા જોઈએ મોરબી જીલ્લામાં ઘણી ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલે તો પોલીસ તેવી પ્રવૃત્તિ બંધ કરાવવા મહેનત કરવી જોઈએ તેમજ પોલીસે ધરખમ દંડ વસૂલ કરવાને બદલે જનજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ તેવી માંગણી કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/