મોરબી : પોસ્ટ ઓફિસ જવાનું કહી ઘરેથી નીકળેલો 35 વર્ષીય યુવક લાપત્તા

0
110
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ ભુંભરની વાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય શીવજીભાઇ પુંજાભાઇ કંઝારીયા ગત તા. 26 જૂનના રોજ પોતાના ઘરેથી કોઇ નોટીસ આવેલ હોય તેની તપાસ કરવા સાંજના પાંચ વાગ્યાના સમયે પોસ્ટ ઓફીસ જવાનું કહી ઘરેથી નીકળેલ હતા. બાદમાં ઘરે પરત નહી આવતાં પરીવારના સભ્યોએ પોતની રીતે તપાસ કરી હતી. પરંતુ આજ દીન સુધી મળી આવેલ ન હતા.

આથી, શિવજીભાઈના પત્ની જયશ્રીબેનએ ગઈકાલે તા. 3 જુલાઈના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા ગુમશુદાની શોધખોળ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે શિવજીભાઈ શરીરે મધ્યમ બાંધાનો, વાને ઘઉ વર્ણ, હાથની કલાઇ ઉપર SP ત્રોફાવેલ છે. ગળામાં કાળો દોરો અને તેમાં ડોડી પહેરેલ છે. તથા કોફી કલરનો શર્ટ તથા ખાખી કલર જેવું પેન્ટ પહેર્યું છે.

POLICE-A-DIVISON
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/