મોરબી : હાલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ક્લસ્ટરમા છેલ્લા દિવસોમાં નેચરલ પાઇપલાઇન ગેસના ભાવમાં થયેલા વધારા બાદ ગેસની માંગમાં ઘટાડો થતા ખુદ ગેસ કંપની પણ ચોંકી ઉઠી હોવાનું સામે આવ્યું છે.
મોરબી સિરામિક ક્લસ્ટરમા છેલ્લા એકથી દોઢ માસમાં ગેસના ભાવમાં થયેલા ભાવ વધારાથી સિરામિક પ્રોડક્શન ઉપર અસર પહોચી છે. બીજી તરફ વોલ ટાઇલ્સ એકમોમાં મંદીના મારને પગલે આ તહેવારના સમય ગાળામાં અનેક એકમોમાં સ્વૈચ્છીક શટ ડાઉન જેવી સ્થિતિ હોવાથી હાલમાં નેચરલ પાઇપલાઇન ગેસની માંગમાં ખાસો એવો ઘટાડો નોંધાયો છે.
દરમિયાન છેલ્લા એક માસથી મોરબી સિરામિક એકમોમાં દૈનિક 40 લાખ ક્યુબીક મિટર ગેસની ડિમાન્ડ સામે છેલ્લા અઠવાડિયાથી આ માંગ ઘટીને 37 લાખ ક્યુબીક મીટર પહોંચી જતા ગેસની ખપત મામલે ગુજરાત ગેસ કંપની પણ ચિંતિત બની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide