કોઈપણ સરકારી કચેરી કે સરકારી મિલકત પર પણ આ પ્રવૃત્તિ માટે પણ સંપૂર્ણ પ્રતિબંધ
મોરબી : મોરબી જિલ્લાની મોરબી-માળીયા વિધાનસભા બેઠક પર ચૂંટણી તેના અસલી રંગમાં જામી છે. ઉમેદવારો ફોર્મ ભરી દીધા બાદ હવે પ્રચાર-પ્રસાર માટેની તૈયારીઓમાં લાગી ગયા છે. આગામી દિવસોમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં રાજકીય પક્ષ દ્વારા પક્ષના ધજા, પતાકા, કટ આઉટ, હોર્ડિંગ સહિતના પ્રચાર માધ્યમ થકી ચૂંટણી પ્રચાર શરૂ કરાશે. જો કે આવા સમયે ઉમેદવાર કે તેના કાર્યકરો દ્વારા જાહેર કે ખાનગી મિલકતમાં મંજૂરી વિના પ્રચાર સામગ્રી લગાવી મિલકતને નુકશાન ન કરે તેમજ આચારસંહિતાની પણ અમલવારી થાય તે જોવાની જિલ્લા ચૂંટણી તંત્રની જવાબદારી રહે છે.
આ માટે જિલ્લા અધિક કલેક્ટર કેતન પી. જોશી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં લોકોની માલ-મિલકતને નુકશાન ન થાય અને તેમની મરજી વિરુદ્ધ આવી પ્રવૃત્તિ થતી હોય તો અટકાવવા સૂચના જાહેર કરવામાં આવી છે. જે મુજબ કોઈ પણ સરકારી મિલકતમાં કોઈપણ પ્રકારની પ્રચાર સામગ્રી, પોસ્ટર પેપર કે ફોટોગ્રાફ લગાવી શકશે નહિ. જો કે જાહેર સ્થળોએ સ્થાનિક સૂત્રો લખવા, પોસ્ટર, કટ આઉટ હોર્ડિંગ કે બેનર ચૂકવણીના ધોરણે કે અન્ય કોઈ રીતે પ્રદર્શન કરવાની પરવાનગી આપતા હોય તો તે કાયદાનું ચુસ્ત પાલન કરવાનું રહે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide