સામાજિક કાર્યકરો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરાઈ
મોરબી : હાલ મોરબી નગરપાલીકા હેઠળ આવતા દરબારગઢ, કલેક્ટર બંગલા આગળ, સરકારી હોસ્પીટલ આગળ, કેસર બાગમાં, સુરજબાગમાં, ટાઉન હોલની અંદર જે વર્ષો જુનો રાજાશાહી વખતના ફુવારા તથા ડીઝીટલ લાઇટો છે તે ચાલુ કરાવવાની માંગ સાથે મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે.
સામાજીક કાર્યકરોએ રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી જીલ્લાના મોરબી તાલુકાના મોરબી નગરપાલીકા વિસ્તાર હેઠળ આવેલ દરબારગઢ પાસે સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ પાસે, કલેકટર બંગલા આગળ સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે, સરકારી હોસ્પીટલ આગળ ભગતસિંહ સ્ટેચ્યુ પાસે, કેસર બાગમાં, સુરજબાગમાં, ટાઉન હોલની અંદર જે વર્ષો જુનો મહારાજા મહેન્દ્રસિંહજી નું સ્ટેચ્યુ રાજાશાહી વખતનું છે તે ફુવારો તથા ડીઝીટલ લાઇટો બંધ છે તો આ પાણીના કુવારા ચાલુ કરાવવા માંગ છે કેમ કે હવે તો ઉનાળાનો સમય આવેલ છે અને મોરબીમાં સીટીની રોનક આવે તે માટે મોરબી નગરપાલીકા ને રજુઆત છે કે મોરબી આવા જાહેર જગ્યા પર આવેલ પાણીના ફુવારા સાથે સાથે ડીઝીટલ લાઇટો પણ ચાલુ કરો જે રાત્રીના સમયે આવો સુંદર નજારો જોવા મળે તે માટે આ સામાજીક કાર્યકરોની તથા આમ જનતાની લાગણી માંગણી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide