મોરબી: જાંબુડીયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એક શખ્સની શોધખોળ ચાલુ

0
54
/

મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસેથી તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો હતો. તેમજ પોલીસ દ્વારા એક શખ્સની શોધખોળ કરવામાં આવી રહી છે.

ગઈકાલે તા. 14ના રોજ પોલીસે નવા જાંબુડીયા ગામના ગેઇટ પાસે રસ્તા ઉપર ચેતનભાઇ ઓમપ્રકાશભાઇ લોવન્સી (ઉ.વ.૧૯, ધંધો મજુરી, રહે. જાંબુડીયા ધર્મસિધ્ધિ સોસયટી) એ ગેરકાયદે પાસ, પરમીટ કે આધાર વગર પોતાના બાઈક રજી.નંબર GJ-36-E-8430, કિ.રૂ.૨૦,૦૦૦/-માં ભારતીય બનાવટની વિદેશી દારૂની શીલપેક કુલ બોટલો નંગ-10, કિ.રૂ. 1000 નો વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા કુલ મુદામાલ ૨૧,૦૦૦/- સાથે પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ પોલીસ દ્વારા તેના સાથી નિતેષભાઇ ઉર્ફે નિતિનભાઇ બચુભાઇ પાટડીયા (રહે. લાલપર, પાવરહાઉસ પાછળ, પટેલની વાડીએ) સ્થળ પર હાજર ન હોવાથી તેની શોધખોળ શરુ કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/