મોરબીના રફાળેશ્વર નજીક આજે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું અને ૨.૯૨ કરોડના ખર્ચે ત્રણ માળનું આધુનિક બિલ્ડીંગ તૈયાર કરાશે
રાજ્યના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારના શુભેચ્છા સંદેશ સાથે આજે મોરબીના રફાળેશ્વર જીઆઈડીસી ખાતે આજે જીપીસીબી અધિકારી કાપડિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રાદેશિક કચેરીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં આવેલ ૨૭ પ્રાદેશિક કચેરીઓમાં મોરબી પ્રાદેશિક કચેરીનો સમાવેશ થાય છે જેના કાર્યક્ષેત્રમાં મોરબી,વાંકાનેર, હળવદ, માળીયા અને ટંકારા વિસ્તારના ઓદ્યોગિક વસાહતોનો સમાવેશ થાય છે જેમાં સિરામિક, પેપરમિલ, ફાર્માસ્યુટીકલ, લેમિનેટ શીટ, પ્લાસ્ટિક અને એન્જીનીયરીંગ સહિતના એકમોનો સમાવેશ થાય છે મોરબી વિસ્તારમાં કુલ ૨૨૯૫ ઓદ્યોગિક એકમો દ્વારા તેના ઓદ્યોગિક ગંદા પાણીને જરૂરી ટ્રીટમેન્ટ કરી ટ્રીટેડ ગંદા પાણીને રિયુઝ કરવામાં આવે છે રાજ્યમાં કુલ સાત પ્રાદેશિક કચેરીઓ જેવી કે સરીગામ, સુરત, અમદાવાદ (વટવા), સુરેન્દ્રનગર, મોરબી, ભરૂચ અને જુનાગઢ કચેરીઓ માટે જમીનની ફાળવણી થઇ ગયેલ હોવાથી બાંધકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મોરબીમાં પણ પ્રાદેશિક કચેરીના આધુનિક બિલ્ડીંગ બાંધકામ માટે આજે ખાતમુર્હત કરવામાં આવેલ હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide