મોરબી : હાલ મોરબી નજરબાગ રેલ્વેસ્ટેશન વિસ્તારમાં પતિ સાથે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી અને આપઘાત કરવા પહોંચી હતી એટલું જ નહી આપઘાત કરવા જઈ રહી હતી ત્યારે ૧૮૧ મોરબી ટીમને રાહદારી કોલ આવ્યો હતો અને જણાવ્યુ હતું કે એક યુવતી આપઘાતનું પગલું ભરવા જઇ રહી છે. જેથી અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચીને પીડિતાનુ કાઉન્સિલીગ કર્યું. ત્યાર બાદ તેને તેના ઘરે લઈ જઈ પતિ તથા સાસરી પક્ષના સભ્યનુ પણ કાઉન્સીલીગ કર્યું અને કાયદાકીય માહિતી પણ આપી હતી. બાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવીને અભયમની ટીમે મામલો પાર પડયો હતો.
મોરબીમા રહેતી એક મહિલાને તેના પતિ સાથે ઝઘડો થતા તે ઘરેથી નીકળીને રેલ્વેસ્ટેશન ઉપર આપઘાત કરવા ગઈ હતી જેથી અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને મહિલાને શાંત પાડી, આશ્વાશન આપી બાદમાં પુછપરછ કરતા જણાવ્યુ હતું કે મહિલા તેના પતિ,સસરા અને સાસુ સહિતના પરિવાર સાથે રહે છે. જેથી અભયમની ટીમે મહિલાનુ કાઉન્સિલીગ કરીને તેના ઘરે લઈ ગયાં હતાં.બાદમા પતિની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતું કે મહિલા નાની-નાની બાબતે જીદ કરીને ઝઘડા કરતી રહે છે. પતિ તથા પીડિતાનુ કાઉન્સિલીગ કરતા જાણવા મળ્યું હતું કે નજીવી બાબતમાં તકરાર થતા પીડિતાને લાગી આવતા ઘર છોડી ને જતી રહેલ ત્યારબાદ મહિલાના મનમાથી કુશળ કાઉન્સિલિંગ દ્વારા આપઘાત કરવાનો વિચાર પણ કાઢ્યો હતો બાદમા પતિ અને પત્ની વચ્ચે સ્થળ પર સમાધાનકારી નિરાકરણ લાવી અભયમની ટીમે મામલો પાર પાડ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide