ટંકારા : હાલ મોરબી-રાજકોટ હાઇવે પર મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવતા જામનગરના સાધુનું મોત થયું છે. આ અકસ્માત અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
વિગતોનુસાર ગઈકાલે તા. 10ના રોજ મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક અનશ હોટલ સામેથી રાઘવદાસ સીતારામદાસ સાધુશ્રી (રહે ફલા (બેરાજા) હનુમાનજીના મંદિરે, તા.જી. જામનગર) પોતાનું ટી.વી.એસ. મો.સા. નંબર- જીજે.૩૬.ડી.૧૯૫૫ ફુલ સ્પીડમા ચલાવી પસાર થતા હતા. ત્યારે પોતાના મો.સા. પરથી કાબુ ગુમાવતા મો.સા. સાથે નાલા નીચે પડી ગયા હતા. આથી, તેમના માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી પણ કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide