મોરબીમાં રવાપર ઘૂંનડા રોડ પર દુકાનમાં થયેલ ચોરીના ૬૧,૦૧૫ રૂપિયાના મુદામાલ સાથે ચાર આરોપીઓ ઝડપાયા

0
241
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીમાં તાજેતરમા ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે મોરબીના રવાપર ઘૂંનડા રોડ પર આવેલી મોંબાઇલની દુકાનો અને કરિયાના ની દુકાનોમાં થયેલ ચોરીનો ભેદ મોરબી એલસીબી ટીમે ઉકેલી નાખ્યો છે.

મોરબી એસપી એસ આર ઓડેદરા ની સૂચનાથી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ ગત તા.30 ઓગષ્ટના રોજ મોરબીના રવાપર ઘૂંનડા રોડ પર આવેલી મોબાઈલ અને કારીયાનાની દુકાનોમાં ચોરી કરનાર ઇસમોને બાતમીના આધારે અનિલ ઈન્દ્રસિંગ દેસાઈ ઉવ 23 આદિવાસી ,સુનિલ ઈન્દ્રસિંગ દેસાઈ ઉવ 29 આદિવાસી રહે.બંને મૂળ સિગાચોરી ,તા.કુકશી.જી.ધાર મધ્યપ્રદેશ ,નિરૂ મહેશસિગ કુતરસિંગ બામણીયા ઉવ 24 આદિવાસી રહે. ગેટા તા.કુકશી જી.ધાર મધ્યપ્રદેશ, ભયાનસિંગ મથુરભાઈ ગણાવા ઉવ 21 આદિવાસી રહે.મૂળ કુરતુલા તા.જોબટ જી.અલીરાજપૂર મધ્યપ્રદેશ ની અટકાયત કરી હતી જેમાં સઘન પૂછપરછ કરતા આરોપીઓએ રવાપર ઘૂંનડા રોડ પર દુકાનોમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી અને આ તમામ આરોપીઓ પાસેથી પોલીસે જુદી જુદી કંપનીના મોબાઈલ નંગ ૦૫ કિંમત રૂપિયા ૫૦૦૦/-,સેમસગ કંપનીના ડેમો મોબાઈલ ફોન નંગ ૦૨ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- તથા ડેલ કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- એક ટીવી કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- અને રોકડા રૂપિયા ૬૦૧૫ /- મળી કુલ ૬૧,૦૧૫/- નો ચોરી થયેલા મુદામાલ પણ પોલીસે આરોપીઓ પાસેથી કબ્જે લીધો હતો આ સાથે જ આરોપીઓએ અન્ય કોઈ જગ્યાએ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ એ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આ કામગીરીમાં પીઆઈ વી બી જાડેજા હેઠળ પીએસઆઇ એ ડી જાડેજા સહિતની એલસીબી ટીમના કર્મચારીઓ જોડાયા હતા અને અન્ય ગુનાઓ ને ડિટેકટ કરવા તાપસ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/