[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીના રવાપર ગામે બનાસકાંઠાના માલધારીઓને ગૌશાળા ના સ્થાનિકો દ્વારા દૂધ આપવાનું બંધ કરતા માલધારીઓ દાદાગીરી પર ઉતરી આવ્યાનો બનાવ સામે આવ્યો છે
પ્રાપ્ત વિગતો મુજબ આજે મોડી રાત્રે રવાપર ગામે આવેલી ગૌશાળામાં દૂધ આપવાનું બંધ કરતા બનાસકાંઠાના માલધારી સમાજ દ્વારા બોલાચાલી કરી સ્થાનિકો પર હુમલો કર્યાની ઘટના બનતા આ બનાવની જાણ થતાં સમગ્ર રવાપર ગામના ટોળા એકત્રિત થયા હતા અને એ ડિવિઝન પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી ઘટના વિશે વધુ માહિતી આપતા રવાપરના માજી સરપંચ ગોપાલભાઈ કસુન્દ્રાએ જણાવ્યું હતું કે રવાપર ગામે આવેલી ગૌશાળામાં સંચાલકો દ્વારા બનાસકાંઠાના માલધારીઓને દૂધ આપવાનું બંધ કરતા તેઓ દાદાગીરી પર ઉતરી આવી ડો.વસંતભાઈ અને નરશીભાઈ સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હતો જેના જવાબમાં સમસ્ત રવાપર ગામના લોકો ભેગા થઈ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ દાખલ કરવા જઈ પહોંચ્યા હતા અને આવા આવારા તત્વોને બોધપાઠ શીખવી પોલીસ તંત્ર દ્વારા કાયદાનું ભાન કરવામાં આવે અને સમસ્ત ગામ બહાર કરવામાં આવે તેવી પ્રબળ માંગણી કરેલ હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide