આ બનાવમાં ઘરધણી બહાર ગામ ગયાને તસ્કરો કળા કરી ગયા
મોરબી : હાલ મોરબીના રવાપર ગામમાં આવેલ સરદારનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી કેમેરા, સોના ચાંદીના દાગીના સહિત એક લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે આ મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી.
ચોરીના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રવાપર ગામમાં સરદારનગર -1માં આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટની સામે રહેતા
રૈયાણી મિલનભાઈ રતિલાલભાઈના મકાનને નિશાન બનાવી તસ્કરો સોનાની બુટી, મંગળસૂત્ર , કેનોન કેમેરો, રોકડા રૂપિયા 40000 અને કપડા સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે.વધુમાં મકાન માલિક બહાર ગયા હોવાથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી આરામથી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે હજુ સુધી આ મામલે ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide