મોરબી : હાલ મોરબી જિલ્લો હવે કોરોના મુક્ત થવા તરફ છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના નવા કેસો આવવાનું જ બંધ થઈ ગયું છે. સામે જુના દર્દીઓ પણ રિકવર થઈ રહ્યા હોય. બેથી ત્રણ દિવસમાં જ જિલ્લો કોરોના મુક્ત થાય તેવા ઉજળા સંકેત જણાઈ રહ્યા છે.
મોરબી જિલ્લામાં બીજી લહેર દરમિયાન કોરોનાએ મોતનુ તાંડવ મચાવ્યું હતું. ત્યારબાદ ત્રીજી લહેર પણ નવા વેરીએન્ટ સાથે જોખમી નીવડે તેવી ભીતિ સેવાઈ રહી હતી. પણ ત્રીજી લહેરમાં જિલ્લાના દૈનિક કેસો 350થી ઉપર જઈને ઝડપથી ડબલ ડિજિટમાં પરત આવી ગયા હતા. હાલની સ્થિતિએ તો છેલ્લા ઘણા દિવસોથી આ દૈનિક કેસો સિંગલ ડિજિટમાં આવી ગયા છે.
તેમાં પણ છેલ્લા ચાર-પાંચ દિવસથી તો કોરોનાના નવા કેસ આવવાનું બંધ જ થઈ ગયું છે. આજે પણ આરોગ્ય વિભાગે 512 લોકોના સેમ્પલ લીધા હતા. પણ એક પણ વ્યક્તિને કોરોના આવ્યો નથી. સામે આજે એક પોઝિટિવ દર્દી પણ રિકવર થઈ ગયા હોય, એક્ટિવ કેસ ઘટીને 3 થઈ ગયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide