[રિપોર્ટ: રાધેષ બુધ્ધભટ્ટી] મોરબી: આજ રોજ પ્રજાસતાક દિનના રાષ્ટ્રીય પર્વે નાના બાળકો ને વેફર અને બિસ્કિટ નું વિતરણ કરી અનોખી સેવા આપવામાં આવેલ હતી
પ્રજાસતાક દિન ના રાષ્ટ્રીય પર્વે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી ના મહા મંત્રી તથા શ્રી બંધુ નગર પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી અમૂલ કુમાર જોષી તથા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તાલુકા ના પ્રમુખ કૌશિકભાઈ વ્યાસે સ્લમ વિસ્તાર જેવા કે પુલ નીચે, અગ્નેશ્વર મંદિર પાસે, પરશુરામ ધામ પાસે નાના બાળકો ને વેફર અને બિસ્કિટ નું કોરોના ગાઈડ લાઈન મુજબ વિતરણ કરી અનોખી પહેલ કરી. આવી હકારાત્મક બાબતો તરફ યુવાનો પ્રેરાય તે માટે અમૂલ કુમાર જોષી એ અપીલ કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide