શોપિંગ મોલ બનશે તો પોશ ગણાતી વ્રજ વાટીકા સોસાયટીની શાંતિ હણાઈ જવાની દહેશત વ્યક્ત કરી બાંધકામ અટકાવવા કલેકટર – ચીફ ઓફિસરને રજુઆત
મોરબી : મોરબીની પોશ ગણાતી વ્રજ વાટીકા સોસાયટી માત્ર રહેણાંક હેતુ માટે જ બિનખેતી થયેલ હોવા છતાં અહીંના પ્લોટ માલિક દ્વારા સાત માળનો વિશાલ શોપિંગ મોલ બનાવવા પેરવી કરતા સોસાયટીના રહીશો ચિંતિત બન્યા છે અને સોસાયટીની શાંતિ હણવાના પ્રયાસ સામે જિલ્લા કલેકટર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ અટકાવવા માંગ દોહરાવી છે.મોરબીના રવાપર રોડ ઉપર મોરબી સર્વે નંબર 999 પૈકીની જમીન ઉપર આવેલી અને પોશ ગણાતી વ્રજ વાટીકા સોસાયટી ફક્ત રહેણાંકના હેતુ માટે બિનખેતી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૪૧ પ્લોટ ફાળવવામાં આવેલ છે.જેમાં પ્લોટ નંબર 1, 2, 3,ના માલિક તેમજ વહીવટદાર દ્વારા હાલમાં બાંધકામ શરૂ કરવામાં આવેલ છે અને અહીં રહેણાંક હેતુ માટે સોસાયટી બિનખેતી થઇ હોવા છતાં શોપિંગ મોલ બનાવતા હોવાની જાણ સોસાયટીના દરેક મેમ્બરો મિટિંગ યોજી કોમર્શિયલ બિલ્ડીંગનો વિરોધ કરવા છતાં પ્લોટ માલિક દ્વારા અહીં કોમર્શિયલ શોપિંગ મોલ બનશે અને આ બાંધકામને કોઇ રોકી નહીં શકે તેવી ધમકી સોસાયટીના સભ્યોને આપી હતી.બીજી તરફ પ્લોટ માલિકની ધમકીને પગલે સોસાયટીના સભ્યો દ્વારા જિલ્લા કલેકટર અને પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ સોસાયટીમાં જો ભવિષ્યમાં શોપિંગ મોલ બનશે તો સોસાયટી રહેવાને લાયક નહીં રહે, અનેક પ્રકારના સારા-નરસા માણસોની અવરજવર થવાથી સોસાયટી ખાલી કરવાનો વારો આવશે તેવી દહેશત વ્યક્ત કરી કોમર્શિયલ શોપિંગ મોલનું ગેરકાયદે બાંધકામ તાત્કાલિક અસરથી અટકાવવા માંગ ઉઠાવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide