મોરબીમાં રીક્ષામાં બેસાડી પેસેન્જરોને લૂંટી લેતી રીક્ષા ગેંગ પકડાઈ

0
210
/

હાલમાં બે યુવાનોને લૂંટી લીધાની ઘટનાનો ભેદ ઉકેલાયો : એ ડિવિજન પોલીસે ત્રણ આરોપીઓને કુલ રૂ.82540ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

મોરબી : હાલ મોરબી શહેરમાં રીક્ષામાં મુસાફરોને મુસાફરી કરવાના બહાને બેસાડીને છરી બતાવી રોકડ તથા માલમતા લૂંટી લેતી રીક્ષા ગેંગને આખરે એ ડિવિજન પોલીસે ઝડપી લીધી છે.જેમાંતાજેતરમાં બે યુવાનોને લૂંટી લીધાની ઘટનાનો એ ડિવિજન પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો અને એ ડિવિજન પોલીસે ત્રણ આરોપીઓને કુલ રૂ.82540 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મોરબી શહેરમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડીને છરી બતાવી લૂંટી લેતી રીક્ષા ગેંગ સક્રિય થઈ હતી.જેમાં છેલ્લા થોડો દિવસો પહેલા અલગ અલગ વિસ્તારમાં બે યુવાનોને આ રીક્ષા ગેંગે શિકાર બનાવ્યા હતા.એક યુવાન પાસેથી રોકડા અને મોબાઈલ સહિત રૂ 3 હજાર અને બીજા યુવાન પાસેથી રોકડા અને મોબાઈલ રૂ.3 હજારની લૂંટ ચલાવી હતી. જેમાં એક રીક્ષા ચાલક અને અન્ય બે શખ્સોએ આ બન્ને યુવાનોને અલગ અલગ જગ્યાએથી રીક્ષા બેસાડી તેમના ઘરે પહોંચાડવાના બહાને રસ્તામાં છરી બતાવીને પોત પ્રકાશયું હતું.આ બનાવની ફરિયાદ નોંધાતા એ ડિવિજન પોલીસે બનાવ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરી સીસીટીવી ફૂટેજના આધારે આ રીક્ષા ગેંગના ત્રણ આરોપીઓ હૈદરભાઈ ઇસ્માઇલભાઈ પઠાણ, રફીકભાઈ ઉર્ફે ફજલ યાસીનભાઈ બ્લોચ ,પ્રકાશભાઈ ઉર્ફે પકો નરસીભાઈ દેવીપૂજકને સીએનજી રીક્ષા તથા લૂંટમાં ગયેલા 3 મોબાઈલ રોકડ રકમ સહિત કુલ રૂ.82540 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/