તાજેતરમા મોરબીમાં રિક્ષાન ભાડા બાબતે બોલાચાલી થતા એક શખ્સને યુવાને છરીનાં ઘા મારી હત્યા કરી હતી તો અન્ય એક સખ્સે મદદગારી કરી હત્યારાને રિક્ષામાં બેસાડી રિક્ષા લઇ નાશી ગયાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડ પર આવેલ રોયલ પાર્ક નજીક રહેતા મલુ મોહનસિંગ ભાંભોરએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે રાજો માધવજીભાઈ જોગડિયા રહે-યોગીનગર મોરબી અને આરોપી અનીલ રામસિંગભાઈ યાદવ રહે- યોગીનગર મૂળ-ભુજ વાળા તથા મરણજનાર વિજયભાઈ શંકરભાઈ અખાડીયા (ઉ.૨૮) ને રીક્ષાના ભાડા બાબતે બોલાચાલી થતા આરોપી રાજેશ ઉર્ફે રાજુએ મરણજનાર વિજયને પીપળી રોડ પર રોયલ પાર્ક સોસાયટી નજીક છરીના ઘા મારી પેટમાં તથા પડખામાં તથા ડાબા હાથના કાંડા ઉપર છરીથી ઈજા કરી વિજય અખાડીયાનું મૃત્યુ નીપજાવી આરોપી અનીલ યાદવે રીક્ષા જીજે ૩૬ યુ ૬૨૨૫ વાળી ચલાવી આરોપી રાજેશ ઉર્ફે રાજુને પાછળ બેસાડી રીક્ષા લઇ નાશી ગયા હોવાની ફરિયાદ મોરબી એ બી ડીવીઝનમાં નોંધાઈ હતી જે મામલે પી.આઈ. આઈ એમ કોઢીયાએ વધુ તપાસ ચલાવી બંને આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide