મોપેડ ઉપર આવેલ શખ્સે પોતાના ઘરના ઓટલે બેઠેલા વૃઘ્ધાનું ગળું અળવું કરી નાખ્યું
મોરબી : હાલ મોરબીના ઋષભનગર વિસ્તારમાં પોતાના ઘરના ઓટલા ઉપર બેઠેલા વૃઘ્ધાને નિશાન બનાવી મોપેડ ઉપર આવેલ સમડીએ ચીલ ઝડપ કરી રૂપિયા 75 હજારની કિંમતનો સોનાનો અડધો ચેન અને પેડલ લઈ નાસી છુટતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઋષભનગર વિસ્તારમાં ચબુતરા નજીક રહેતા લાભુબા પ્રવીણસિંહ જાડેજા ઉ.65 પોતાના ઘરના ઓટલા ઉપર બેઠેલા હતા ત્યારે મોપેડ જેવું વાહન લઈ આવેલા અજાણ્યા શખ્સે ઝોંટ મારી ગળામા પહેરેલ સોનાનો ત્રણેક તોલાનો પેન્ડલ વાળો ચેનમાંથી અડધો સોનાનો ચેન તથા સોનાનુ પેન્ડલ આશરે દોઢેક તોલા કિંમત રૂપિયા 75 હજારની ચીલઝડપ કરી નાસી છૂટ્યો હતો.આ ચીલઝડપની ઘટના અંગે ફરિયાદી લાભુબા જાડેજાની ફરિયાદને આધારે સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide