મોરબી : રોઝડુ આડુ આવતા 10 યુવતીઓ સાથેની રીક્ષા અકસ્માતે પલ્ટી મારી ગઈ

0
204
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

બે યુવતીઓને હાથ અને માથામાં ઇજા, અન્ય યુવતીઓને સામાન્ય ઇજા : લાતીપ્લોટમાં કામ પરથી બોડકીમાં ઘરે પરત જતી વખતે સર્જાઈ દુર્ઘટના

મોરબી : તાજેતરમા મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી ફેકટરીમાં કામ માટે બોડકી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથીઆવતી યુવતીઓ ભરેલી રીક્ષા સાંજના સમયે ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન નવલખી રોડથી રોકડીયા હનુમાન વચ્ચે રોડ અચાનક પર અચાનક રોઝડું આડે ઉતરતા રીક્ષા પલટી મારી ગઇ હતી.

ઘટનામાં રિક્ષામાં સવાર 10 પૈકીની મદીનાબેન અને પૂજાબેન નામની યુવતીને હાથમાં અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે રીક્ષામાં સવાર અન્ય યુવતીઓને હળવી ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં તેમજ આયુષ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લીધો હતો. બનાવની અંગે તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/