મોરબી : હાલ આજના આધુનિકરણ અને શહેરીકરણને કારણે ચકલીઓ દિવસેને દિવસે લુપ્ત થતી જાય છે. વિશ્વમાં આશરે કુલ 169 પ્રકારની ચકલીઓ છે. જેમાં ભારતમા લગભગ 62 પ્રકારની ચકલીઓ જોવા મળે છે.
આજે રોટરી કલબ ઓફ મોરબી દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અંતર્ગત જીવદયાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જે અન્વયે નિઃશુલ્ક ચકલી ઘરનું જાહેર વિતરણ શનાળા રોડ પર મહાવીર ફરસાણની બાજુ માં કરવામાં આવ્યું હતું. તેમાં મોરબી રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરી રૂપેશ પરમાર (કવિ જલરૂપ) તેમજ પાસ્ટ પ્રેસિડન્ટ હરીશભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide