રૂ. 1.90 લાખથી પણ ડબલ ગણી એટલે રૂ. 3.80 લાખની રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો
મોરબી : મોરબીમાં પેઇન્ટ્સની દુકાનેથી ઉઘારે લીધેલા કલરના માલના પેટે આપેલો રૂ. 1.90 લાખના ચેક બાઉન્સ થયાનો કેસ કોર્ટમાં આજે ચાલી જતા કોર્ટે આ કેસમાં આરોપીને કસૂરવાર ઠેરવીને તેને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. તેમજ રૂ. 1.90 લાખથી ડબલ ગણી એટલે રૂ. 3.80 લાખની રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે અને આરોપી કોર્ટમાં હાજર ન રહેતા તેની સામે નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યું છે.
આ કેસની વિગત મુજબ મોરબીમાં પટેલ પેઇન્ટ્સ નામની દુકાન ચલાવતા વિનોદભાઈ નાનજીભાઈ દેત્રોજાની દુકાનેથી સરકારી કામોના કોન્ટ્રાકટ રાખતા ઠાકરશીભાઈ જીવરાજભાઈ લિખિયા અગાઉ પોતાની સાઇટમાં કલર કામ કરવા માટે વારંવાર માલ ખરીદીને લઈ જતા હતા. આથી, તેમણે આ માલની ખરીદીના બાકી દેવાના નીકળતા કુલ રૂ.1.90 લાખનો ચેક દુકાનદાર વિનોદભાઈ નાનજીભાઈ દેત્રોજાને આપ્યો હતો. પણ બેકમાં આ ચેક બાઉન્સ થયો હતો. આરોપીના ખાતામાં પૈસા ન હોવાથી ચેક રિટર્ન થયાની જે તે વખતે દુકાનદાર વિનોદભાઈ નાનજીભાઈ દેત્રોજાએ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આ ચેક રિટર્નનો કેસ મોરબી ચીફ જ્યૂડી. મેજી. કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે રોકાયેલા વકીલ સી.પી.સોરીયાની ધારદાર દલીલો અને આરોપી વિરુદ્ધ રજૂ થયેલા પુરાવાના આધારે કોર્ટે આરોપીને આ કેસમાં તકસીરવાન ઠેરવીને તેને એક વર્ષની સજા ફટકારી હતી. તેમજ ચેક રિર્ટન થયેલાની રકમ રૂ. 1.90ની ડબલ ગણી એટલે રૂ. 3.80 લાખની રકમ 9 ટકાના વ્યાજે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જો કે આરોપી આજે કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે તેની સામે નોન બેલેબલ વોરંટ પણ ઇસ્યુ કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide