મોરબી RSS દ્વારા સામાજિક સમરતા કાર્યક્રમ યોજાયો

0
84
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા સામાજિક સમરસતા કેળવાય તે માટે તાજેતરમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આંબેડકર ચોકમાં આવેલા કબીર આશ્રમ ખાતે સામાજિક સમરસતા અંગેનો રામ ખીચડીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

સમાજમાં સમરતા વધે અને સર્વ ધર્મ સમભાવના સૂત્ર સાર્થક થાય તે માટે મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં આશરે 140 જેટલા ભાઈઓ,બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કબીર આશ્રમના મહંત પ.પૂ.શ્રી કરસનદાસ બાપુએ આ પ્રસંગે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, ઈશ્વર કે પ્રકૃતિ આપણી સાથે ભેદભાવ ક્યારેય રાખતી નથી. આપણે મનુષ્ય તરીકે કેમ જાતિગત, ઉચ્ચ-નીચના ભેદભાવ રાખીએ છીએ?કાર્યક્રમના મુખ્ય વકતા વિજયભાઈ રાવલે જણાવ્યું હતું કે, સંતોને પ્રશ્ન પૂછવામાં આવે છે કે સમાજમાં સમરસતાનું કાર્ય ક્યાં સુધી કરશો? સંતોનો જવાબ છે કે માનવરૂપી ખારો દરિયો જ્યાં સુધી સમરસતાનો મીઠો દરિયો ના બને ત્યાં સુધી આ કાર્ય અવિરત કરતા જ રહીશું.આ ઉપરાંત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સંચાલિત શિવણ કેન્દ્રની બીજી બેન્ચ પૂર્ણ થતાં બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.આ શિવણ કેન્દ્રમાં આરતીબેન શુક્લા સેવા આપે છે.

[રિપોર્ટ: રાધેશ બુદ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/