મોરબી આરટીઓ કચેરી નજીક માતેલા સાંઢ જેવા ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે લીધો

0
131
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : આજે મોરબી જિલ્લામાં નંબર પ્લેટ વગરના કાળમુખા ડમ્પર ચાલકોનો ત્રાસ માઝા મૂકી રહ્યો છે ત્યારે મોરબી કંડલા બાયપાસ ઉપર આરટીઓ કચેરી નજીક જ અજાણ્યા ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે.

રાજકોટ મવડી ગામ નજીક રહેતા ગૌતમભાઈ ગોવિંદભાઈ દોંગાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ડમ્પરનાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે તેમના ભાઈ મયુરભાઈ સીડી ડીલક્સ બાઈક લઈને મોરબી આવી રહ્યા હતા ત્યારે આરટીઓ નજીક ડમ્પર ચાલકે હડફેટે લઈ ડાબા પગના પંજામાં તેમજ સાથળના ભાગે તેમજ ગોળામાં ગંભીર ફેકચર જેવી ઇજા કરી ટ્રક ડમ્પર લઇ ત્યાંથી નાશી ગયો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/