મોરબી કોલ એસોસિએશનનું કલેક્ટરને આવેદન : વેપારીઓને પુલ બંધ થવાથી માલની ડિલેવરી મેળવવામાં અને સપ્લાય કરવામાં હાલાકી
મોરબી : તાજેતરમા મોરબીમાં RTO વાળો પુલ બંધ હોવાથી વેપારીઓને પુલ બંધ થવાથી માલની ડિલેવરી મેળવવામાં અને સપ્લાય કરવામાં હાલાકી પડી રહી છે. આથી, તેના નિવારણરૂપે વૈકલ્પિક વ્યવસ્થા આપવા કોલ એસોસિએશનના પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, ઉપપ્રમુખ રજનીકાંત ગાંભવા તથા નિષિધભાઈ અઘારાએ કોલ એસોસીએસન વતી કલેક્ટરને સંબોધી અધિક કલેક્ટર કેતન જોશીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
મોરબી કોલ એસોસીએશન દ્વારા રજુઆતમાં જણાવાયું છે કે હાલ ચોમાસાની સીઝન છે અને છેલ્લા અઠવાડીયાથી અવિરત વરસાદ મોરબી શહેરમાં પડી રહેલ છે. મોરબીમાં સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં જુદી જુદી પ્રકારના કોલનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવેલ છે. જેથી, મોરબી કોલ એસોસીએશનના તમામ વેપારીઓ કોલ ઈમ્પોર્ટ કરી અને સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં સપ્લાય કરેલ છે.
તાજેતરમાં, મોરબી આર.ટી.ઓ. કચેરી પાસે મચ્છુ-3 ડેમ ઉપર આવેલ પુલ જર્જરીત હાલતમાં હોવાથી તેનું રીપેરીંગ કામ ચાલુ છે. આ પુલ ઉપર આવન જાવન બંધ કરવાનું જાહેરનામુ કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. કોલ એસોસીએશનના વેપારીઓને આ પુલ બંધ થવાથી ઘણી જ મુશ્કેલી પડી રહેલ છે. બહારથી આવતો કોઈ માળીયા (મી.) થઈને પીપળીયા ચાર રસ્તા થઈને ફરી ફરીને આવવું પડે છે. જેનાથી કોલની ડીલેવરી મળવામાં ખુબ જ સમય જાય છે. અને ભાડામાં પણ ખુબ જ વધારે તકલીફ પડી રહી છે.
આવા સંજોગોમાં તેઓની રજુઆત છે કે જયાં સુધી મચ્છુ-3 ડેમ ઉપર જે પુલ હાલ રીપેરીંગ અર્થે બંધ કરવામાં આવેલ છે. તે પુલ જયાં સુધી પૂર્વવત ન થાય ત્યાં સુધી તે માટેની વૈકલ્પિક સુવિધા કરી આપવા વિનંતી કરી છે. આ વૈકલ્પિક સુવિધા માટે મોરબી શહેરમાં ટ્રકને પસાર કરવા દેવા પરવાનગી આપવા અને તે મુજબનું જાહેરનામુ બહાર પાડવા મોરબી કોલ એસોસીએશન દ્વારા રજુઆત છે જે ધ્યાને લઈ ત્વરીત કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide