મોરબી: સરવડ ગામમાં રૂ. 1.03 લાખની રોકડ સાથે જુગાર રમતા પાંચ શખ્શો ઝડપાયા

0
138
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માળીયા (મી.) : હાલ માળીયા (મી.) તાલુકાના સરવડ ગામમાં રૂ. 1.03 લાખની રોકડ સાથે જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા છે. આ તમામ પાંચ શખ્સો સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સરવડ ગામમાં સ્વામી નારાયણ મંદિરવાળી શેરીમા આવેલ જગુ મહારાજના ઘરની સામે વળાંકમા આવેલ ખુલ્લી જગ્યામા જુગાર રમતા હિમતભાઇ રતીલાલભાઇ લોદરીયા, પ્રાણજીવનભાઇ હીરજીભાઇ વિરમગામા, રાજેસભાઇ મકનભાઇ મહાલીયા, રમેશભાઇ અમરશીભાઇ ઠોરીયા તથા નવીનભાઇ શાંતીભાઇ સડૈવાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ કી.રૂ. 1,03,100 કબ્જે કર્યા છે. તેમજ આરોપીઓની અટકાયત પણ કરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/