મોરબીમાં શકત શનાળાના સરસ્વતી શિશુમંદિરમાં વાલીએ આપ્યું રૂ. 21 હજારનું દાન

0
27
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
કોરોનાની વિકટ પરિસ્થિતિમાં વાલી શાળાની વ્હારે આવ્યા

મોરબી : કોરોના વાયરસના પગલે લાદેલા લોકડાઉનના કારણે ઉદ્યોગ-ધંધા બંધ રહ્યા હતા. જેના કારણે આર્થિક તંગી ઉભી થઇ છે. આ સમય દરમિયાન સ્કૂલ-કોલેજો પણ બંધ રહી છે. પરંતુ વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. તેથી, મોટાભાગના વાલીઓ સ્કૂલોને ફી માફી કે ફીમાં રાહતની માંગણી કરી રહ્યા છે. ત્યારે શકત શનાળાના સરસ્વતી શિશુમંદિરમાં વાલીએ દાન આપ્યું હોવાનો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે.

શકત શનાળામાં આવેલ સરસ્વતી શિશુમંદિરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિજીક્ષા અને દીર્ઘાના પિતા C.A. લાખનોત્રા ક્રિષ્નાભાઈએ ગત તા. 23ના રોજ રૂ. 21 હજારનું દાન આપ્યું છે. આ વેળાએ ક્રિષ્નાભાઈએ સ્કૂલને જણાવ્યું છે કે આવી કપરી પરિસ્થિતિમાં પણ હાલ સુધી ફી લીધા વિના શાળા દ્વારા શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. જે માટે તેઓ શાળાના આભારી છે. આ સમયે ઉપકારની ભાવનાથી નહિ, પણ કર્તવ્યની ભાવનાથી ફૂલ નહિ તો ફૂલની પાંદડી સમાન રૂ. 21,000 દાનમાં આપ્યા છે. વધુમાં, તેઓએ દાનના રકમનો ઉપયોગ શિક્ષકોના પગાર માટે જ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.

આમ, એક વાલીએ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં શાળાની સહાયના હેતુથી દાન આપીને પ્રેરણાદાયી પહેલ કરી છે. જેના દ્વારા શિશુમંદિર પરિવાર ભાવનાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમજ સમાજને આર્થિક તંગીની પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ શાળાની પડખે ઉભા રહેવાનો સંદેશો આપેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/